Please wait...
લાયન્સ ક્લબ પોરબંદર, તા.16- 12- 2025, મંગળવારના રોજ લાયન રાજેશભાઈ લાખાણીના આર્થિક સહયોગથી તેમના જન્મદિવસ પ્રસંગે મનોદિવ્યાંગ બાળકો સાથે વિવિધ રમત ગમતના આનંદ સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો. પોરબંદરના રઘુવંશી સમાજના અગ્રણી અને અનેકવિધ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમજ લાયન્સ ક્લબ પોરબંદરના પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન રાજેશ ભાઈ લાખાણી નો આજે જન્મદિવસ અનેરી રીતે ઉજવવામાં આવ્યો હતો. સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના કાર્યાલય દીપેશ હોલમાં આશીર્વાદ દિવ્યાંગ પુનઃવર્સન કેન્દ્ર,પોરબંદર, બી આર સી ભવન રિસોર્સ રૂમ કેન્દ્ર,પોરબંદરના મૂક બધિર બાળકો તથા બધિરાંધ દિવ્યાંગ તાલીમ કેન્દ્ર,પોરબંદરના 65થી વધુ મનો દિવ્યાંગ બાળકો તેમના વાલી તેમજ તેમના પ્રશિક્ષક સાથે ઉપસ્થિત રહી બાળકો સાથે વિવિધ પ્રકારની મનો દિવ્યાંગ બાળકોને અનુકૂળ આવે તેવી રમતો ફુગ્ગા ફુલાવવા,દડો બોક્સમાં નાખવો દોડવાની હરીફાઈ,ફિલ્મી ગીત ઉપર ડાન્સ તેમજ રાસ ગરબા જેવી અનેક પ્રવૃતિ મનમુકીને આનંદ ઉલ્લાસ સાથે રમ્યા હતા,દરેકના ચહેરા ઉપર એક એવી આનંદની લહેર હતી જે જોઈ મન ને પરમ શાંતિ મળે. ત્યારબાદ દરેક મનો દિવ્યાંગ બાળકોને નાની એવી ભેટ ઈનામરૂપીઆપી પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમને અંતે મનો દિવ્યાંગ બાળકોને આઇસ્ક્રીમ તેમજ સરસ સ્વાદિષ્ટ ભોજન ઉપસ્થિત રહેલ મહેમાન તથા મનો દિવ્યાંગ બાળકોના માતા/વાલી ને પણ કરાવવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આશીર્વાદ દિવ્યાંગ પુનઃવર્સન કેન્દ્ર પોરબંદરના સંચાલક પુનમબેન જુંગી,પ્રીતિબેન કોટિયા,ખુશ્બુ બેન પાઉ,બી આર સી ભવન રિસોર્સ રૂમના શિક્ષક લાખણસીભાઇ, ધર્મિષ્ઠા બેન ખુદાઇ તેમજ લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અજય દત્તાણી, ટ્રેઝરર લાયન અશ્વિન ઠાકર, થર્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્ત પુરી ગોસ્વામી, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ લાયન રાજેશભાઈ લાખાણી,લાયન ભાવના બેન છેલાવડા,આકાશ લાખાણી, ડો નૂતન બેન ગોકાણી, પરિમલ ભાઈ ઠકરાર,સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના સંસ્થાપક વિનેશભાઈ ગોસ્વામી,કિરણબેન ગંધ્રોકિયા તેમજ તમામ લાભાર્થી મનોદિવ્યાંગ ઉપસ્થિત રહ્યા હતાં. લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તમામ સંસ્થાઓનો મનો દિવ્યાંગ બાળકોની સેવા કરવા માટે યોગ્ય સહકાર બદલ આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમની આભાર વિધિ લાયન હરદત્ત પુરી ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી.
| Benefited People | 100 |
| Raised Of Amount | 30000 |
| Donated Of Amount | 30000 |
Please wait...